એક નાબાલિક પર ટીવી ના આ સુપરસ્ટારે કર્યો રેપ ? પોલીસે કરી લીધો ગિરફતાર
ટીવી ઇન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ઉથલપાથલ જોવા મળી રહી છે. તાજેતરમાં જ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ના અભિનેતા કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચે કુટુંબિક ઝગડો ચાલી રહ્યો છે. હવે ખબર છે કે નાગિન 3 માં કામ કરનાર અભિનેતા પર્લ વી પુરી પર મુશ્કેલીઓનો પર્વત તૂટી ગયો છે. પોલીસે બળાત્કારના આરોપસર તેની ધરપકડ કરી છે.
ખબરના મુજબ અભિનેતા પર સગીર દ્વારા બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. સગીર અને તેના પરિવારના સભ્યોએ ફરિયાદ નોંધાવ્યા બાદ 4 જૂનના અંતમાં પોલીસે પર્લ પી પુરીની ધરપકડ કરી હતી. તેની સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે.
તમારી જાણકારી માટે બતાવી દઈએ કે પર્લ વી પુરીના પિતાનું ગયા વર્ષે નિધન થયું હતું. તે દરમિયાન તે આ શોના શૂટિંગમાં વ્યસ્ત હતો. તેણે પિતાના નિધન પર સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ પણ શેર કરી હતી.
પર્લ વી પુરી ટેલિવિઝનનો હેન્ડસમ અભિનેતા છે અને માણસો પણ તેને બહુ જ પ્યાર કરે છે આ ખબર જાણીને હર કોઈ હેરાન થઈ ગયા છે. ઘણા લોકો તો માનતા પણ નથી કે આ અભિનેતાએ એવું કર્યું હશે
પર્લે નાગિન 3 સિવાય ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. જેમકે મેરી સાસુ માં, નાગાર્જુન એક યોદ્ધા, બેપનાહ પ્યાર અને બ્રહ્મરક્ષમાં કામ કર્યું છે . હવે જોવાનું એ રહ્યું છે કે પર આરોપ લગાવવામાં આવ્યા છે તે સાચા છે કે ખોટા તમારી જાણકારી માટે બતાવી દઈએ કે અત્યારે તો પૂરી અને પોલીસે ગિરફ્તાર કરી લીધો છે અને તેની ચેકિંગ ચાલી રહી છે.