શું તમે જાણો છો? પ્રિયંકા ચોપરાના પરિવારજનો તેનાં લગ્ન ટીવી શો ‘દેવો કે દેવ મહાદેવ’ ના ફેમ એક્ટર મોહિત રૈના સાથે કરાવવા માંગતા હતા

જેમ કે આપણે જાણીએ છીએ કે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ અમેરિકન સિંગર પતિ નિક જોનસ સાથે મેરેજ લાઈફ એન્જોય કરી રહી છે, પણ તમને અંદર  સમય એવો પણ હતો કે તેના પરિવારજનો એક્ટ્રેસના લગ્ન ટીવી એક્ટર મોહિત રૈના સાથે કરાવવા ઇચ્છતા હતા. આ વાતનો ખુલાસો પ્રિયંકાએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો છે. એક્ટ્રેસે કહ્યું, મારા ઘરમાં બધાને મોહિત ટીવી શો દેવો કે દેવ મહાદેવ જોઇને ગમ્યો હતો.

image source: ndtv india

આપને જણાવી દઈએ કે એક્ટ્રેસે કહ્યું, માર પરિવારને લાગતું હતું કે એક્ટર મોહિત રૈના મારા માટે એકદમ પરફેક્ટ મેચ છે. મોહિત રૈના ટીવી શો દેવો કે દેવ મહાદેવમાં શિવજીનો રોલ કરતો હતો અને તેમાં તેનું પર્ફોર્મન્સ જોઇને ઘરવાળા ખુબ જ ઈમ્પ્રેસ થઇ ગયા, તે લોકો કેહતા કે મોહિત રૈના રિયલ લાઈફમાં પણ ઘણો જેન્ટલ છે આથી જ તેણે મારા પરિવારનું દિલ જીતી લીધું હતું.

આ જાણ્યા પછી મોહિતનું રિએક્શન કેવું હતું?
આપને એ પણ જણાવી આપીએ કે જ્યારે મોહિતને આ વાતની ખબર પડી જે તે પ્રિયંકા ચોપરાના પરિવારને ગમતો હતો ત્યારે તેને અલગ સન્માનનો અનુભવ થયો. એક્ટરે કહ્યું, હું કોઈ બીજા જન્મમાં પ્રિયંકાના સપનાંમાં રાજકુમાર બનીને આવીશ.

image source : amarujala

પછી પ્રિયંકાએ વર્ષ 2018માં અમેરિકન સિંગલ અને એક્ટર નિક જોન્સ સાથે લગ્ન પોતાના કર્યા હતા અને મોહિતે હજુ લગ્ન કર્યા નથી. મોહિત ટીવી શો દેવો કે દેવ મહાદેવ, મહાભારત, ચક્રવર્તી સમ્રાટ અશોક ઉપરાંત ઉરી, મિસીઝ સિરિયલ કિલર અને ગુડ ન્યૂઝ જેવી ખુબ જ શાનદાર ફિલ્મમાં કામ માં કામ કરી ચૂક્યો છે. ટૂંક સમયમાં તે શિદ્દત ફિલ્મમાં પણ જોવા મળશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published.