શુ તમે જાણો છો? હિમાચલ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું ગામ છે “કીબ્બર”

Advertisement

શુ તમે જાણો છો? કીબ્બર હિમાચલ પ્રદેશના દુર્ગમ જનજાતિય ક્ષેત્ર સ્પીતી ઘાટીમાં આવેલ એક ગામ છે. કીબ્બરને હિમાચલ પ્રદેશનું સૌથી ઊંચામાં ઊંચું ગામ માનવામાં આવે છે.

Advertisement

Sources : tripoto.comimage source: tripoto.com

આને ‘શીત મરુસ્થળ’ ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ગામ ૪૨૫૦ મીટરની ઊંચાઈએ બનેલ એટલેકે માઉન્ટ એવરેસ્ટની અડધી ઊંચાઈએ આવેલ ગામ છે.

Advertisement

તમને જણાવી દઈએ કે અહિયાં હરીભરી હરિયાળી થી ભરેલ કીબ્બર માં વરસાદ પડે એ કોઈ અજાયબી થી ઓછી નથી.

Image source: wikipedia

કીબ્બર ની સ્થાનીય ભાષા ‘અંગ્યા’ છે. આમાં કાયમી બરફવર્ષા થાય છે. જયારે ગરમી ઓછી થાય ત્યારે કીબ્બર નો બરફ પીગળવા લાગે છે અને પ્રવાસીઓ ની ચહલપહલ જોવા મળે. મઠોની પવિત્ર ઘરતીમાં સ્થિત કીબ્બરમાં પ્રકૃતિના વિભિન્ન રૂપો પરિલક્ષિત થાય છે.

 

તો અહીંયા ક્યારેક કીબ્બરની ઘાટીમાં પડતો શીતળ તડકો તો ક્યારેક ખેતરોમાં ઝૂમતો પાક મન મોહી લે તેવો હોય છે. કીબ્બર ની ખીણોમાં સપાટ બર્ફીલા રેગિસ્તાન છે તો કોઈક જગ્યાએ હીમ શિખરોમાં ચમકતા તળાવો. સમુદ્રતળથી આટલી ઊંચાઈએ સ્થિત કીબ્બર ગામમાં ઉભા રહેલા એવો અનુભવ થાય કે માનો આકાશ આનાથી માત્ર થોડું જ ઊંચું છે.

image source: India.com

અપને ખબર પણ નહિ હોય કે અહીના લોકો નાચગાન ના પણ શોખીન છે. અહી લોકનુત્ય નું અનોખું આકર્ષક છે. અહીના લોકોનો પહેરવેશ પણ સરસ છે. અહી પુરુષો અને સ્ત્રીઓ બંને કુર્તાઓ પહેરે છે.

જયારે આપણે કીબ્બર ની યાત્રાઓ કરીએ છીએ ત્યારે રસ્તામાં પ્રકૃતિના ખુબ જ મનોરમ્ય દર્શન થાય છે. ચારેકોર બરફની ચાદરથી લપેટાયેલ અને વચ્ચેથી પસાર થતો નીરવ અને શાંત રસ્તો જોઈ મન પ્રસન્ન થઇ જાય છે. અહી વરસાદ ખુબ ઓછો જ થાય છે પણ બરફ વર્ષા પુષ્કળ પ્રમાણમાં થાય છે.

image source: makemytrip

અપને જાણવી એ કે કીબ્બરમાં બનેલ મોનેસ્ટ્રી (મઠ, આશ્રમ) સૌથી વધુ ઊંચાઈ પર બનેલ છે. અહી ૧૦૦ થી વધારે ઘરો છે, જેની ખાસવાત એ છે કે તે પથ્થર અને ઈંટથી બનેલ છે. બધા જ ઘરોને સફેદ રંગોથી પેઈન્ટ કરવામાં આવ્યા છે.

અહીયા મોટાભાગના મંદિરો બુદ્ધ ભગવાનને જ સમર્પિત કરે છે. કદાચ ગામના બધા લોકો બુદ્ધ ‘લામા’ ભગવાન ને માને છે. મઠમાં રહેલ ભગવાન બુદ્ધની મૂર્તિને સોના, ચાંદી અને તાંબાથી બનાવેલ છે.

જો તમે ક્યારેય કીબ્બરમાં એક રાત પસાર કરશો તો ચોક્કસ તમારા માટે એક ખાસ અનુભવ બની રહેશે. અહી રહેવા માટે ફક્ત ૩ થી ૪ જ ગેસ્ટ હાઉસ છે. ઊંચા પહાડોની અંદર બનેલ મકાનો જોવામાં એકદમ સરસ મન લોભાવે તેવા દેખાય છે. તો ચાલો તમે પણ અહીંયા ની મજા મણિ લો.

Advertisement